મેંદરડા : નવનિયુક્ત પી.આઈ પી.સી.સરવૈયા નું સન્માન સાથે શુભેચ્છા મુલાકાત
મેંદરડા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ મહિલા પી.એસ.આઇ એસ.એન.સોનારા સાહેબ ની બદલી વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે થતા મેંદરડા પોલીસ સ્ટેશન ની જગ્યા ખાલી થતાં નવ નિયુક્ત પી.આઇ.પી.સી.સરવૈયા સાહેબ હાજર થઈ ચાર્જ સંભાળેલ હતો
ત્યારે મેંદરડા નગર ની વંદે માતરમ્ સેવા સમિતિ અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સંસ્થા ના હોદેદારો પ્રમુખ,ઉપ-પ્રમુખ,યુવા કાર્યકરો સહીત ના દ્વારા પી.આઇ સરવૈયા સાહેબ નું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું અને એક બેઠક યોજાઈ હતી
પી.આઈ સરવૈયા સાહેબ સાથે પોલીસ સ્ટેશનમાં મુલાકાત બાદ સંસ્થાના પ્રમુખો યુવા કાર્યકરો સાથે બેઠક યોજાઈ હતી અને જણાવેલ હતું કે મેંદરડા તાલુકા શહેર અને ગ્રામ્ય વિસ્તારો સહિતના વિવિધ ભાગોમાં શાંતિ સુલેહ જળવાઈ રહે અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે યુક્તિ સાર્થક કરવા હંમેશા પ્રજાની સાથે રહેશે
આજથી શરૂ થતો ગણેશ ચતુર્થી મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ગણેશ ચતુર્થી મહોત્સવ દરમ્યાન કોઈ પણ પ્રકાર ના અનિચ્છનીય બનાવ બને નહીં અને શાંતિપૂર્ણ ઉત્સવ ઉજવાય તેવી તકેદારીના ભાગરૂપે પોલીસ ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવી સંપૂર્ણ સહકાર આપશે
નગરના તમામ નાના-મોટા વેપારીઓ ગ્રામજનો રાજકીય બિન રાજકીય આગેવાનો સહિતનાઓ દ્વારા પોલીસ ને સંપૂર્ણપણે સાથ સહકાર આપે તેવી આશા વ્યક્ત કરવામાં આવેલ તેમજ મેંદરડા પોલીસ પણ ગ્રામજનો સાથે હંમેશને માટે રહેશે પોલીસ પ્રજાનો મિત્ર છે તે યુક્તિ સાર્થક કરવા હંમેશા લોકોની વચ્ચે રહી પ્રજાલક્ષી કામગીરી કરશે તેવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા