Gujarat

મંગલ નવકાર મહેક ફાઉન્ડેશને 50 આંગણવાડી અને 20 વૃદ્ધાશ્રમમાં વિતરણ કર્યું

મહાવીર સ્વામીના જન્મ વાંચન નિમિત્તે મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટે વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કર્યું. ટ્રસ્ટે 50 આંગણવાડી અને 20 વૃદ્ધાશ્રમોમાં ફૂલવાડી અને લાડુનું વિતરણ કર્યું. આ ઉપરાંત આસપાસની ઝૂંપડપટ્ટીઓમાં પણ વિતરણ કરવામાં આવ્યું.

પશુ પક્ષીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું ગાય અને કૂતરામાટે પણ લાડુ બનાવ્યા હતા.અને પક્ષી માટે ચણપણ નાખવા માં આવ્યું હતું.

વાસણા વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું. અહીં 1000 વ્યક્તિઓ માટે દાળ, ભાત, શાક, પૂરી, ફૂલવાડી અને લાડુનો જમણવાર રાખવામાં આવ્યો. વિતરણમાં ચૂરમાના લાડુ અને મગજના લાડુનો સમાવેશ કરવામાં આવ્યો હતો.