મહાઆરતી મહાપ્રસાદ સત્સંગ ભવ્ય શોભાયાત્રા સહીતના કાર્યક્રમો યોજી હીંદુ નવા વર્ષની શરૂઆત કરાઈ.
માંગરોળ સમસ્ત સિંધી સમાજ દ્વારા ચૈત્રીબીજ એટલે ચેટીચંદ પર્વની ઊજવણી અંતર્ગત સવારે ધ્વજારોહણ બાદ શ્રીઝુલેલાલ ભગવાનની મહાઆરતી, સત્સંગ કિર્તન, મહાપ્રસાદ જેવા વિવિધ ધાર્મીક કાર્યક્રમો તેમજ દર વર્ષની જેમ સાંજે ઝુલેલાલ મંદિર થી મુખ્ય બજારમાંથી ડીજે ના તાલે “આયોલાલ ઝુલેલાલ” ના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં બહોળી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ બહેનો વડીલો યુવાનો સાથે માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, ભાજપ આગેવાન વેલજીભાઈ મસાણી, લીનેશભાઈ સોમૈયા, સહીત નગરપાલીકાના સભ્યો ધાર્મિક સંગઠનોના આગેવાનો પણ જોડાયા હતા..
આ શોભાયાત્રા દરમિયાન લીમડાચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, હિંગળાજ ગૃપ દ્વારા શોભાયાત્રાનુ સ્વાગત કરી સિંધી સમાજના આગેવાનોને ફુલહાર અને ખેસ પહેરાવી સન્માન સાથે આવકાર્યા હતા. શોભાયાત્રા પુર્ણ થયાબાદ પ્રાચીન પરંપરાગત માંગરોળ બંદર ખાતે દરિયાલાલ મંદિરે દર્શન પુજા કરી ખારવાના સમાજ આગેવાનોના સહયોગ થી પવિત્ર જ્યોત બોટ મારફત દરીયા માં પરવાન કરી અનેરા ઉત્સાહ સાથે નવા વર્ષ ની શરૂઆત કરાઈ.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સિંધી સમાજ ના નવનિયુક્ત પ્રમુખ અશોકભાઈ ક્રિષ્નાણી, નાનકરામ સોમૈયા, દિલીપભાઈ ટીલવાણી, સમસ્ત સિંધી નવયુવક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, લીનેશભાઈ સોમૈયા, નયન ભાવનાણી, સુનીલ કોટક સહીત ના આગેવાનો દ્વારા સુંદર આયોજન યોજી શ્રીઝુલેલાલ સાહેબનો જન્મોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ હતી.
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોળ