Gujarat

સાવરકુંડલા નગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગ દ્વારા ૩૧-૩-૨૫ના રોજ બાકી વેરાની વસૂલાત માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં એક જ દિવસમાં ૧૬૪૯૦૦૦ રૂપિયાના બાકી વેરાની વસૂલાત કરવામાં આવી હતી

આ ઝુંબેશ ખાસ કરીને ૩૧ માર્ચના રોજ યોજાઈ હતી, જે નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હતો. આ દિવસે જાહેર રજા હોવા છતાં, સાવરકુંડલા નગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગે નાગરિકોની સુવિધા માટે વિશેષ ઝુંબેશનું આયોજન કર્યું હતું. આ ઝુંબેશને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીએ જણાવ્યું હતું કે, “નગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગ દ્વારા નાગરિકોના સહકારથી આ સફળ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોએ સમયસર વેરો ભરીને નગરપાલિકાને સહકાર આપ્યો છે.
આ સહકાર બદલ અમે નાગરિકોનો આભાર માનીએ છીએ.”આ ઝુંબેશના કારણે, સાવરકુંડલા નગરપાલિકાને બાકી વેરો વસૂલવામાં મદદ મળી હતી, જેનો ઉપયોગ શહેરના વિકાસ માટે કરવામાં આવશે.
બિપીન પાંધી સાવરકુંડલા