ભચાઉના સ્વામિનારાયણ ગુરુકુળના સ્થાપક શાસ્ત્રી કૃષ્ણદાસજીની ભાવાંજલિ સભા યોજાઈ હતી. આ સભામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ સ્વામીજીના કાર્યોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
નમક ઉદ્યોગકાર બાબુભાઈ ભીમાભાઈ હુંબલે જણાવ્યું કે, તેમનો સ્વામીજી સાથેનો પરિચય ભુજ સ્વામિનારાયણ બોર્ડિંગમાં થયો હતો.
સ્વામીજીના પ્રયાસોથી ભુજોડીનું શૈક્ષણિક સંકુલ પ્રથમ અમુક વર્ષ માટે અને પછી કાયમી ધોરણે નજીવી રકમમાં મેળવવામાં આવ્યું હતું. છેલ્લા 14 વર્ષથી 5 હજાર કન્યાઓએ અહીં અભ્યાસ કર્યો છે.
ગુરુકુળનું શાસ્ત્રી સ્વામી પાસે રહીને સંચાલન કરતા રાધેશ્યામ સ્વામી કોઠારી અને ધર્મનંદન સ્વામીની સંતોની સારી સેવા કરતા હતા અને સંસ્થાના વિકાસમાં કરવામાં આવેલી સેવા બિરદાવી સમગ્ર વિસ્તાર આહીર અગ્રેસરોને આ બંને ના-સંતની દેખભાળ રાખવા ઉપસ્થિ સંતોએ અનુરોધ કર્યો હતો. હરીપરના સાંખ્યયોગી બહેન ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત યોગી કૃષ્ણસ્વામી,નીલકંઠસ્વામી પણ ગુરુકુળમાં સેવા બજાવે છે.

આ પૂર્વે અંતિમ સંસ્કારમાં પૂર્વ મંત્રી વાસણભાઇ આહીર, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, શામજીભાઈ તેજાભાઈ આહીર, જંગી મેકરણધામના વેલજીડાડા, ધારાશાસ્ત્રી એસ.કે. વરચંદ, ગુરુકુળની જમીનના દાતા સવજીભાઈ વેરાભાઈ ચાવડા, ઉગાભાઈ વેરાભાઈ, કારયાભાઈ, ધારાભાઈ, રાણાભાઈ આહીર, કચ્છ ચોરાડ આહીર સમાજના પૂર્વ પ્રમુખ અને નિવૃત્ત રેવન્યુ અધિકારી કેરાસિયાભાઈ, ફતેસિંહ ગજુભા જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આરંભમાં વાલજીભાઈ આહીર દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની ધૂન રજુ કરાઈ હતી.
આયોજન વ્યવસ્થા લક્ષ્મણભાઈ તેજાભાઈ આહીર (ટી.એમ. સોલ્ટ), દુર્ગેશ વાસણભાઈ છાંગા, પુંજાભાઈ ચાવડા, શિક્ષકો, આચાર્ય, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સંભાળી હતી.
વી.કે.હુંબલે સ્વામીજીના આહીર સમાજ પ્રત્યેના યોગદાનની પ્રશંસા કરી હતી. ભુજ નરનારાયણ દેવ નૂતનમંદિરના શાસ્ત્રી પ્રકાશદાસજી સ્વામીએ કૃષ્ણદાસજી સ્વામીની વિદ્વતા અને કાર્યકુશળતાને બિરદાવી હતી.
સભામાં રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળના સંતોએ શિક્ષણ ક્ષેત્રે સ્વામીજીના યોગદાનની સરાહના કરી હતી.
ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોએ સમાજ પ્રત્યેની તેમની નિસ્વાર્થ સેવાને યાદ કરી હતી. કાર્યક્રમમાં હનુમંતધામ, જેતપુર, કાળુપુર અમદાવાદ, મહેસાણા, જુનાગઢ, ધોલેરા સહિતના વિવિધ મંદિરોના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સભાનું સંચાલન નાથદ્વારા સ્વામી નારાયણ મંદિરના મહંત વાસુદેવ ચરણ દાસજી સ્વામીએ કર્યું હતું.

