માયાભાઈ આહીરના ચાહકો માટે સારા સમાચાર છે. તેમની તબિયતમાં સુધારો આવ્યો છે, તેમનો એક વીડિયો બહાર આવ્યો છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી હું રેડી છું.
કડી તાલુકાના ઝુલાસણ ગામે સોમવારે રાત્રિ દરમિયાન માયાભાઈ આહીર સહિતના કલાકારોનો લોક ડાયરા યોજાયો હતો. જેમાં અચાનક જ ચાલુ ડાયરામાં માયાભાઈ આહીરની તબિયત લથડતા તેઓને અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
‘કોઈએ ચિંતા કરવાની જરૂર નથી’ માયાભાઈની તબિયતમાં સુધારો આવ્યો હોય તેવો એક વીડિયો બહાર આવ્યો છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, ‘જય સિયારામ આપણે એકદમ રેડી છીએ, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી’.
સ્ટેજ પર ચડતાં જ તેમની તબિયત લથડી હતી માયાભાઈ આહીર સ્ટેજ ઉપર ચડતાંની સાથે જ તેમની તબિયત લથડી હતી. જ્યાં માયાભાઈ આહીરની તબિયત ડાયરા પહેલાં જ લથડતા આયોજકો દ્વારા પ્રોગ્રામ કરવાની ના પાડવામાં આવી હતી. તેમ છતાં ચાહકો માટે સ્તુતિ ગાવાનો આગ્રહ રાખી તેઓએ સ્ટેજ ઉપરથી ડાયરો ચાલુ કર્યો હતો અને અચાનક જ તબિયત લથડતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચાલુ ડાયરામાં તેઓએ કહ્યું હતું કે, મારી તબિયત જિંદગીમાં પહેલીવાર બગડી છે જે માટે આપ બધાની માફી માગું છું.
મારો કોઈ જ એવો ઇરાદો નથી કે હું અહીંયાંથી નીકળી શકું, હું અહીંયાંથી આપ બધાને અને દાતાઓને ખૂબ ખૂબ પ્રણામ કરું છું, તમામ વડીલોને પ્રણામ કરું છું, અહીંયાં આગળ હવે રાસ ગરબા બધા રમજો અને તમામની હું ક્ષમા માગું છું, આઈ એમ વેરી વેરી સોરી, મને ક્ષમા કરજો.

