મેંદરડા : ગ્રામ પંચાયત સફાઈ કામદારો નું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું
સફાઈ કામદારો અને સ્ટાફ માટે દર ત્રણ મહિને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે
મેંદરડા ગ્રામ પંચાયત અને આરોગ્ય ટીમના સંયુક્ત ઉપક્રમે સફાઈ કામદારો,સરપંચ સહિત સ્ટાફ નુ મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું આ મેડિકલ ચેકઅપ કેમ્પ માં મેંદરડા ગ્રામ પંચાયત સરપંચ જે.ડી.ખાવડુ તમામ સફાઈ કામદારો, કર્મચારી ઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ હતુ આ કેમ્પ દર ત્રણ મહિને મેડિકલ ચેકઅપ કાર્યકમ યોજવામાં આવી રહ્યો છે આ મેડિકલ ચેકઅપ કેમ્પ કામગીરી માં phc ના ડૉકટર અને સ્ટાફ ના રોહીત રવિયા તલાટી મંત્રી પરેશ રાવલ સરપંચ જે.ડી.ખાવડુ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા