Gujarat

રાધનપુરની વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

કેમ્પમાં 152 રક્તદાતા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું…..

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર મેમણ જમાતના પ્રમુખ જાકીરભાઈ ગાંધીના આયોજન દ્વારા અને ડૉ ઇમ્તિયાઝ મેમણ ના સંકલન દ્વારા રાધનપુર ની વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો હતો. જે કેમ્પમાં 152 રક્તદાતા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.
રાધનપુરની સેવાકીય સંસ્થાઓમા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, રોટરી કલબ ઓફ રાધનપુર, સદ્દભાવ મુસ્લિમ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ,હિંમતવિદ્યાનગર, જમિયતે ઉલેમા એ હિંદ , અંજુમન પરિવાર, મોહસીને આઝમ મિશન, આશીર્વાદ પ્રાથમિક શાળા, કાઝીવાસ યંગ કમિટી, રાધનપુર વેપારી એસોસિએશન, મેમણ યંગ કમિટી, ,બંદૂકવાસ યગ કમિટી ,ભણસાલી ટ્રસ્ટ રાધનપુર સહીત સિંધી વાસ એકતા યંગ કમિટી,સિપાઈ જમાત ટ્રસ્ટ, બવાડીર યુથ સર્કલ વ્હોરવાડ ,કાઝીવાસ કમિટી, પરામા ઘાંચી કમિટી,ઘાંચી સમાજ કમિટી,સોહેલ અત્તરી યંગ કમિટી સહિતના સાથ સહયોગ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
  
મેગા બ્લડ ડોનેશન કેમ્પ અંતર્ગત 152 રક્તદાતા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. જેમાં કેમ્પમાં દાતા જાકીરભાઈ મેમણ દ્વારા રક્તદાતાઓને સર્ટિફિકેટ અને ગરમ ચા રાખવાનો કીટલો ભેટ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમ અંતર્ગત રાધનપુર ના પ્રભુધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં તેમજ ડૉ. સી. એમ. ઠક્કર, ડૉ. દિનેશભાઇ, મહેશ રાઠોડ, જયરાજસિંહ, અમરતભાઈ કોન્ટ્રાકટર, પઠાણ સાહેબ, મૌલાના મહેબૂબ સાહેબ, તોફીકભાઈ ઘાંચી, ઇમ્તિયાઝ ભાઈ મેમણ, અબ્દુલ રહીમભાઈ, ઇસ્માઇલભાઈ સુકાવાળા, ગનીભાઈ નામાં વાળા, ડૉ ઉજેરભાઈ યુસુફભાઇ એવન વાળા, અબ્દુલભાઈ સમા, ઇમરાન ઘાંચી વગેરે ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર. અનિલ રામાનુજ રાધનપુર,પાટણ