Gujarat

મેંદરડા : તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ બારે મેઘ ખાંગા

મેંદરડા : તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ બારે મેઘ ખાંગા

વહેલી સવારથી સુપડાધાર વરસાદ થતાં ત્રણ કલાક માં બાર થી ચવુદ ઇંચ

સતત વરસાદ થવાના કારણે જળબંબાકાર ની સ્થિતિ ખેતરો બેટમાં ફેરવાયા

હવામાન વિભાગની આગાહી મુજબ મેંદરડા તાલુકામાં આજે વહેલી સવારથી મેધ તાંડવ સર્જાયો હતો જેના લીધે સમગ્ર મેંદરડા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી હતી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે અને લોકોને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવેલી છે

સુપડા ધાર મેઘ તાંડવ થવાના કારણે તાલુકાના દાત્રાણા ગામે છ કલાકમાં 14 ઇંચ જેટલું વરસાદ ખાબક્યો હતો આજુબાજુના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા અને મેંદરડા દાત્રાણા ખડીયા રોડ બ્લોક થયેલ હતો તેવી જ રીતે મેંદરડા થી સાસણ તરફ જતા રોડ પર કમર ડુબ પાણી ભરવાના કારણે વાહન ચાલકો અને લોકોને અસર થવા પામેલ હતી

મેંદરડા નગર વચ્ચે પસાર થતી મધવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને નદી પર નો બ્રીજ નવો બનતો હતો તે દરમિયાન ડાયવર્ઝન બનાવવામાં આવેલ હતું જે ધોડાપુર ના કારણે તણાઈ ગયેલ હતું મધુતી નદી કાંઠે આવેલ સ્મશાન ગૃહ ની સુરક્ષા દિવાલ ધસમસતા પાણીના પ્રવાહમાં તૂટી જવા પામેલ હતી

મેંદરડા તાલુકા ના ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે મેંદરડાના ઇતિહાસમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થવાથી ખેતરોનું ધોવાણ થતા જગતના તાતે ખેતરોમાં વાવેલા પાકો અને માટી સહિત પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે હાલ ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટુ સમાન છે

મધુવંતી માલણકા ડેમ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં મેઘરાજા એ તોફાની બેટિંગ કરતા મધુવંતી ડેમમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ની આવક થતા મેંદરડા નો જીવાદોરી સમાન માલણકા મધુવંતી ડેમ ઓવરફ્લો થતા લોકોમાં કહી ખુશી કહી ગમ ની સ્થિતિ જોવા મળી રહી છે અને લોકો મધુવંતી ડેમ સાઈડ પર લોકોના ટોળા ઉમટી પડ્યા છે

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

IMG-20250820-WA0097-3.jpg IMG-20250820-WA0103-2.jpg IMG-20250820-WA0112-1.jpg IMG-20250820-WA0106-0.jpg