Gujarat

મેંદરડા : તાલુકા સરપંચ એસોસિયેશન ખેડૂતોની વ્હારે સરપંચો આકરા પાણીએ

મેંદરડા : તાલુકા સરપંચ એસોસિયેશન ખેડૂતોની વ્હારે સરપંચો આકરા પાણીએ

અતિભારે વરસાદ થવાને લીધે થયેલ નુકસાની નું યોગ્ય રીતે સર્વે કરાવી તાત્કાલિક સંપૂર્ણ વળતર ચૂકવવા માંગ

સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદના કારણે મેંદરડા તાલુકા સહિત સમગ્ર પંથક માં માવઠાના કહેરથી ખેડૂતો ના ખેતર માં મગફળી,અડદ, સોયાબીન વગેરે પાકો નાશ પામેલ હોય ખરીફ પાકની નુકસાનીનું તટસ્થ રીતે સર્વે કરવા મેંદરડા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવેલ છે

ત્યારે આજે સરપંચ એસોસિએશન ના ઉપ પ્રમુખ જે.ડી.ખાવડુ ની આગેવાની હેઠળ સરપંચો દ્વારા માંગ કરાય છે કે ગત તા.૧૫/૯/૨૦૨૫ ના રોજ પડેલ વરસાદથી જે ખેડૂતોને નુકસાની થયેલ છે તેમના ખેતરમાં મગફળી અડદ સોયાબીન વગેરે પાકોને ખુબ મોટા પ્રમાણ માં નુકસાન થવા પામેલ છે તો દરેક વિસ્તારમાં અગાઉ અને હાલ તા.૨૫/૧૦/૨૦૨૫ ના થયેલ નુકસાનીનું યોગ્ય અને પારદર્શક સર્વે કરવામાં આવે અને થયેલ નુકસાનીનું યોગ્ય અને તાત્કાલિક સંપૂર્ણ વળતર સરકાર શ્રી દ્વારા ચુકવવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ છે

મેંદરડા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા આજે પ્રાંત અધિકારી,મામલતદાર કચેરી, ટી.ડી.ઓ,જિલ્લા ખેતી વિકાસ, વિસ્તરણ અધિકારી સહિતની કચેરીઓ માં લેખિત આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ છે

રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા

IMG-20251101-WA0041-3.jpg IMG-20251101-WA0040-2.jpg IMG-20251101-WA0044-1.jpg IMG-20251101-WA0047-0.jpg