નડિયાદમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વન વિભાગ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
સરદાર ભવનના બાગમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે પ્લાસ્ટિક વપરાશ પર અંકુશ અને પર્યાવરણ જતન માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

નગરજનોને પર્યાવરણ સંવર્ધન અંગે જાગૃત કરવા પગપાળા રેલીનું આયોજન કરાયું હતું. રેલી સરદાર પટેલ ભવનથી સંતરામ મંદિર થઈને મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ સુધી પહોંચી.
રેલીમાં પર્યાવરણ સંવર્ધન, પ્લાસ્ટિક નાબૂદી, સ્વચ્છતા, વૃક્ષારોપણ, જળસંચય અને સૌર ઉર્જા વિશે જાગૃતિનો સંદેશ અપાયો હતો.

મહાનગરપાલિકાના કમિશનર જી.એચ.સોલંકીએ નગરજનોને પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા અને પર્યાવરણ સંરક્ષણમાં સહયોગ આપવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક અભિષેક સામરીયા, ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદડ, જીપીસીબી અધિકારી વનશ્રીબેન સહિત સરદાર ભવન અને મફતલાલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ ભાગ લીધો હતો.







