Gujarat

મધરાતે નવા બસપોર્ટ અને ડૉક્ટર હાઉસ વિસ્તારમાં શંકાસ્પદ લોકોની તપાસ કરી

પાલનપુર શહેરમાં રાત્રિ દરમિયાન થતી અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે પશ્ચિમ પોલીસે વિશેષ કામગીરી હાથ ધરી છે.

પોલીસે નવા બસપોર્ટ અને ડૉક્ટરહાઉસ વિસ્તારમાં નાઈટ રાઉન્ડ દરમિયાન શંકાસ્પદ લોકોની તપાસ કરી હતી.

પશ્ચિમ પોલીસ સ્ટેશનના PI પી.આર. મારુના નેતૃત્વમાં પોલીસ સ્ટાફે આ વિસ્તારમાં શંકાસ્પદ લોકોની ઓળખ તપાસી હતી. તેમના આધાર કાર્ડ સહિતના પુરાવાઓની ચકાસણી કરવામાં આવી હતી.

પોલીસે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી તેમની હલચલ પર નજર રાખી હતી.

આ કામગીરી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ ગુનાખોરી અટકાવવાના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે આવી તપાસ કામગીરી નિયમિત રીતે ચાલુ રહેશે.