AMC ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનો હોટલો, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ ચેકિંગ કરી નમુના લેવામાં આવતા હોય છે. ફેબ્રુઆરી મહિનામાં છેલ્લાં એક અઠવાડિયામાં હોટલ રેસ્ટોરન્ટ અને દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે અને 64 જેટલાં વિવિધ નમુના લેવામાં આવ્યા હતા.
શહેરના ખોખરા વિસ્તારમાં જીવન સાગર કોમ્પ્લેક્સમાં આવેલા બજરંગ ચવાણા ગૃહ ઉદ્યોગમાંથી લેવામાં આવેલી ઝીણી સેવનો નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયો છે. 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધીમાં 451 ખાદ્ય એકમોની તપાસ કરી હતી.
158 એકમોને નોટિસ આપી દૂધ અને દૂધની બનાવટના 15, મસાલાના 10, નમકીનના 8, કાજુકતરી, બરફી, અંજીરના 4, ખાદ્ય તેલના 4, લોટ-બેસનના 2 અને અન્ય 20 એમ કુલ 64 નમૂના લેવામાં આવ્યા છે.
ફુડ વિભાગની ટીમ દ્વારા આ સમયગાળા દરમિયાન 158 એકમોને નોટિસ આપી છે. 255 કિલો અને 223 લિટર બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નિકાલ કર્યો છે. રૂ. 58000 વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે. ફૂડ વિભાગ દ્વારા વિવિધ ફરસાણ અને મીઠાઈની દુકાન સહિત 147 જગ્યાએ TPC તપાસ્યા હતા.