વડગામ તાલુકા મથકે મણિભદ્ર કોમ્પલેક્ષ ખાતે મિનરલ પાણીની પરબ લોક સેવાર્થે ખુલ્લી મુકવામાં આવી
વડગામ તાલુકા મથક ખાતે પાણી ની પરબ ખુલ્લી મુકવા માં આવી. આજ રોજ વડગામ તાલુકા મથક ખાતે પાલનપુર જવાના હાઈવે ઉપર આવેલ મણિભદ્ર કોમ્પલેક્ષ ખાતે ઉનાળામાં રાહદારીઓ માટે પાણી ની પરબ વડગામ તાલુકા ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી ડી વી સોલંકી, અને લાલાજી ઠાકોર ના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી જેમાં વડગામ ના પુર્વ સરપંચ ભગવાનસિંહ સોલંકી દ્વારા સતત લોક સેવા ના કાર્ય કરવામાં આવી રહ્યા છે કોરોના કાળ વખતે સતત ૪૫ દિવસ સુધી લોકો માટે રસોડું ખોલવામાં આવ્યું હતું જેમાં રોજ બે હજાર લોકોને ભોજન આપવામાં આવતું હતું કોરોના ની બિજી લહેર મા ઓક્સિજન ના બાટલા સ્વ ખર્ચ લાવી લોકો ને આપવા મા આવ્યા હતા સતત સેવા ના ભાવ સાથે લોક ઉપયોગી કામો કરવા મા આવે છે જેમાં આજે પાણીની પરબ ખુલ્લી મુકવા માં આવી હતી જેમાં પાણી ની પરબના દાતા ચંદનસિંહ સોલંકી વડગામ, ઝાકીર હુસૈન કુરેશી,દિપક પુરબિયા,હિંમતસિંહ સોલંકી, પ્રફુલભાઈ રાવલ, સહિતના આગેવાનો હાજર રહ્યા હતા
અહેવાલ તસવીર રમેશભાઈ પરમાર વડગામ


