Gujarat

મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પશુ હેલ્પલાઈનના પાયલટ કમ ડ્રેસરશ્રી સુરેશભાઈને પ્રમાણપત્ર આપીને સન્માન કરાયું

દેશના ૭૬મા પ્રજાસત્તાક પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી કોટડા સાંગાણી ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે કૃષિ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા આશરે ૭૦થી વધુ નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે, જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં, ૧૯૬૨ પશુ દવાખાના હેલ્પલાઇનની એમ્બ્યુલન્સના પાયલટ કમ ડ્રેસરશ્રી સુરેશભાઈને પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અબોલ પશુ-પક્ષીઓની સારવાર અર્થે ૧૯૬૨ એમ્બ્યુલન્સ સેવા હેઠળ કર્તવ્યનિષ્ઠા સાથે પશુપાલન કચેરી રાજકોટ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેમ પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર શ્રી પરેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.