Gujarat

ધારાસભ્ય મહેશ કસવાળાએ અટલધારા કાર્યાલય ખાતે કાર્યકરોનું સ્વાગત કર્યું

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ અટલધારા કાર્યાલય ખાતે નવા હોદ્દેદારોનું સ્વાગત કરી તેમને માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખોની નિમણૂક બાદ હવે તાલુકા અને શહેર સ્તરે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે. દરેક તાલુકા અને શહેરમાં 10થી વધુ હોદ્દેદારોની ટીમ બનાવવામાં આવી રહી છે. સાવરકુંડલા શહેર અને તાલુકા મંડળમાં ઉપપ્રમુખ, કોષાધ્યક્ષ, મહામંત્રી સહિત વિવિધ હોદ્દા પર નિમણૂકો કરવામાં આવી છે. ધારાસભ્ય મહેશ કસવાળાએ નવનિયુક્ત હોદ્દેદારોને પેંડા ખવડાવી તેમનું સ્વાગત કર્યું હતું. મહેશ કસવાળા લાંબા સમયથી ભાજપના સંગઠનમાં સક્રિય છે. તેમણે નવા હોદ્દેદારોને રાષ્ટ્રસેવા અને જનસેવા માટે પ્રેરિત કર્યા હતા. સાવરકુંડલામાં પ્રથમવાર કોઈ ધારાસભ્યએ નવા હોદ્દેદારોને આ રીતે પ્રોત્સાહિત કર્યા છે.