રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ નાગરિકો માટે બનાવવામાં આવેલ મોબાઈલ એપ્લીકેશન “RMC Citizen App” પરથી જાણી શકાશે.
રાજકોટ શહેર તા.૧/૯/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આધારની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરતા મહાનગરપાલિકાના તમામ વોર્ડનં.૧ થી ૧૮ ની વોર્ડ ઓફિસ ખાતે આધારની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે, રાજકોટ શહેરના નાગરિકો પોતાના વોર્ડના આધાર કેન્દ્ર અંગેના સ્થળ વિશેની માહિતી મહાનગરપાલિકાની વેબસાઈટ https://www.rmc.gov.in અને રાજકોટ મહાનગરપાલિકાની મોબાઈલ એપ્લીકેશન “RMC Citizen App” પરથી જાણી શકાશે તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા એક સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. નાગરિકોને પોતાના ઘરથી નજીક આધાર લગત સેવા મળી રહે તે માટે ઘરે બેઠા નજીકના આધાર કેન્દ્રની વિગત જાણવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ https://www.rmc.gov.in પર જઈને Miscellaneous વિભાગમાં RMC Offices, Aadhar Center પર ક્લિક કરવું, ત્યારબાદ અહીં દર્શાવેલ Zone Office, Ward Office, Civic Center, UHC, Library, Aadhar Center પૈકી Aadhar Center પર ક્લિક કરવાનું રહેશે. અહીં રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોન તથા તમામ ૧૮ વોર્ડ વાઇઝ આધાર કેન્દ્રોના મેપ લોકેશન દર્શાવેલ છે, અહીં દર્શાવેલ મેપ લોકેશન પૈકી અરજદાર પોતાની નજીકના આધાર કેન્દ્રની વિગતો મેળવી આધાર કેન્દ્રની મુલાકાત લઇ શકે છે. તદુપરાંત ગુગલ પ્લે સ્ટોર પરથી રાજકોટ મહાનગરપાલિકાની મોબાઈલ એપ્લીકેશન “RMC Citizen App” ડાઉનલોડ કરીને અરજદારે પોતાના મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ “Information” માં જઇને “RMC Offices” પર ક્લિક કરવું, અહીં આપેલ Zone Offices, City Civic Centers, Ward Offices, Libraries, Aadhar Centers પૈકી Aadhar Centers પર ક્લિક કરવાનું રહેશે. અહીં રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોન તથા તમામ ૧૮ વોર્ડ વાઇઝ આધાર કેન્દ્રોના મેપ લોકેશન દર્શાવેલ છે, અહીં દર્શાવેલ મેપ લોકેશન પૈકી અરજદાર પોતાની નજદીકના આધારકેન્દ્ર શોધીને પોતે ઇચ્છુક આધાર કેન્દ્રની મુલાકાત લઇ શકે છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકો માટે સરળ પહેલ અપનાવવામાં આવી છે, આધાર કેન્દ્ર લગત માહિતી માટે આ સેવાનો ઉપયોગ કરીને પોતાના ઘરની નજીક આવેલ આધાર કેન્દ્ર સેવાનો લાભ લેવા અનુરોધ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.