Gujarat

1470 કેમ્પમાં 29 હજારથી વધુ લોકોની તપાસ, 2238 શંકાસ્પદ કેસ મળ્યા

ખેડા જિલ્લામાં વિશ્વ હાયપરટેન્શન દિવસની ઉજવણી અંતર્ગત વ્યાપક જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે.

આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત અને આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા 17 મે થી 16 જૂન સુધી આ અભિયાન યોજાઈ રહ્યું છે.

અત્યાર સુધીમાં 1470 સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં 29,020 લોકોની હાયપરટેન્શન માટે અને 29,092 લોકોની ડાયાબિટીસ માટે તપાસ કરવામાં આવી છે.

તપાસ દરમિયાન 2238 હાયપરટેન્શન અને 1694 ડાયાબિટીસના શંકાસ્પદ કેસ મળી આવ્યા છે.

જાગૃતિ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 23 વોકેથોન, 65 સાયકલ રેલી, 14 જાગૃતિ રેલી અને 44 યુવા સંગઠન ગોષ્ઠી યોજાઈ છે.

આ ઉપરાંત 400 જાહેર વ્યાખ્યાનો, 3 ક્વિઝ સ્પર્ધા, 7 સ્લોગન લેખન સ્પર્ધા અને 3 ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

હાઈ બ્લડ પ્રેશર એક સાયલન્ટ કિલર છે. તેના લક્ષણો સામાન્ય રીતે દેખાતા નથી. આ રોગ હૃદય, મગજ અને કિડની જેવા મહત્વના અંગોને નુકસાન પહોંચાડી શકે છે.

આરોગ્ય વિભાગે લોકોને નિયમિત તપાસ કરાવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી છે.