બનાસકાંઠામાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીએ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
પશુપાલન વિભાગ હેઠળ કાર્યરત આ સેવા દર દસ ગામ માટે એક ફરતું પશુ દવાખાનું પૂરું પાડે છે.
છેલ્લા પાંચ વર્ષમાં આ મોબાઈલ સેવાએ કુલ 3,84,145 પશુઓની સારવાર કરી છે.
આમાં 1,38,685 મેડિકલ કેસ, 1,57,306 મેડિકલ સપ્લાય કેસ, 57,038 સર્જિકલ કેસ, 29,952 ગાયનેક કેસ અને 1,164 અન્ય કેસનો સમાવેશ થાય છે.

સેવાના પાંચમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે બનાસકાંઠાના નાયબ પશુપાલન નિયામક ડૉ. એમ.એ. ગામી, વેટરનરી પોલિક્લિનિકના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. કે.એમ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
1962 અને 10 એમ.વી.ડી. એમ્બ્યુલન્સના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અરવિંદ જોષી સાથે એમ.વી.ડી.ના ડોક્ટર્સ અને પાઇલોટ કમ ડ્રેસર પણ કાર્યક્રમમાં જોડાયા હતા.