નડિયાદ ડાકોર માર્ગ પર 30 થી વધુ નમેલા ઝાડ જોવા મળી રહ્યા છે. જેમાં થોડા સમય પહેલા આવેલા વાવાઝોડામાં આ માર્ગ ઉપર અને ઝાડ નમી પડ્યા હતા તે પણ તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા નથી. જેને લઈ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માત ભય જોવા મળી રહ્યો છે.
ખેડા જિલ્લામાં થોડા સમય પહેલા આવેલા વાવાઝોડાને લઈ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. ત્યારે નડિયાદ ડાકોર માર્ગ ઉપર વિવિધ જગ્યાઓ પર નમેલા ઝાડ જોવા મળી રહ્યા છે.
આ સાથે આ મુખ્ય માર્ગ હોવાને લઇ આ માર્ગ પરથી મોટી સંખ્યામાં વાહન ચાલકોની અવરજવર જોવા મળતી હોય છે.
ત્યારે વાવાઝોડાના લઈ નમી પડેલાં ઝાડ ના કારણે વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. જેમાં આ 36 કીમીના માર્ગ પર 30 થી વધુ નમેલા ઝાડ જોવા મળી રહ્યા છે.
ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ માર્ગ પરથી નમી પડેલાં ઝાડ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે તેવી વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

