જેસીઆઈ નડિયાદ દ્વારા આયોજિત ‘એજ્યુકેશન એક્સ્પો’ આજે તેના અંતિમ દિવસે પહોંચ્યો છે. નડિયાદના કોલેજ રોડ સ્થિત ઈપ્કોવાળા બેંકવેટ હોલમાં યોજાયેલા આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 350થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો છે.

આ એક્સ્પોનું મુખ્ય લક્ષ્ય ચરોતર પંથકના ધોરણ 10-12 અને કોલેજના વિદ્યાર્થીઓને ગુજરાતની અગ્રણી યુનિવર્સિટીઓ, કોલેજો અને વિદેશી સંસ્થાઓ વિશે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવાનું છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન પારુલ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડૉ. દેવાંશુ પટેલ અને પ્રખ્યાત દાનવીર ઉદ્યોગપતિ દેવાંગભાઈ પટેલ (ઇપ્કોવાળા)ના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જેસીઆઈ નડિયાદના સીસ્ટમ ઇન્ચાર્જ અનુપભાઈ દેસાઈ, વર્તમાન પ્રમુખ જેસી ધવલ પંડ્યા, ભૂતપૂર્વ ઝોન પ્રમુખો, ભૂતપૂર્વ પ્રમુખો અને કારોબારી સભ્યો સહિત સમગ્ર જેસીઆઈ નડિયાદ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

