Gujarat

ઉત્તર ગુજરાત નો ટહુકતો મોરલો એટલે સ્વ. મણિરાજ બારોટ

ઉત્તર ગુજરાત ના પાટણ જિલ્લા ના સરસ્વતી તાલુકાના બાલવા ગામના વતની મણિરાજ બારોટે લોકગીતો ને લોક સંગીત ને અનેરી ઉંચાઈ આપી છે 1990 થી 2000 ના દશક માં આટલી ટેક્નોલોજી નતી છતાં ઉત્તર ગુજરાતના ગામડામાં લોક મુખે ગવાતા લોકગીતો ને ટેપ કેસેટમાં ગાઈ ને લોક હૈયે ધબકતા રાખ્યા હતા એમાંય એમના મુખે ગવાયેલ ઉત્તર ગુજરાતના મણિયારાએ આખા ગુજરાતમાં ડંકો વગાડી દીધો હતો રામ હથ્થા થી શરૂ થયેલી એમની કહાની સિનેમાના પરદા સુધી પહોંચી પણ અચાનક મોત થી કહાની અટકી ગઈ બાલવા જેવા નાનકડા ગામના એ નાના બાળકે રામ હથ્થો વગાડી ગીતો ગાઈ બાળપણ વિતાવ્યું જીવનના એ સંઘર્ષના દિવસો વેઠ્યા રોજીરોટીની શોધ માં વતન છોડી અમદાવાદ વસ્યા શેરીઓ પોળો ના નાના મોટા પ્રોગ્રામમાં જતા ને ભજન ગાવા નું શરૂ કરેલું મોકો મળતા દૂરદર્શન ચેનલ ના કાર્યક્રમ માં જતા થયા સમય જતા 90 ના દશક માં ટેપ ની ઓડિયો કેસેટ નો જમાનો આયો ને મણિયારો આયો, હંમ્બો હંમ્બો વીંછુડો, મહુડો, સડક વચ્ચે છાપરી, ભક્તિ ભાગ 1.2.3, ડમ્મર ડાક,હાલો ડાયરા માં જેવી એમની અનેક ટેપની ઓડિયો કેસેટોએ ધૂમ મચાવી દીધી હતી લોકચાહના એટલી હદે વધી ગઈ કે સિંગર (લોકગાયક) તરીકે ગુજરાતભર માં નામના મેળવી લીધી હતી ગામડે ગામડે ડાયરા ના પ્રોગ્રામો થતા હજારો ની સંખ્યામાં ભીડ એકઠી થતી એમને સાંભળવા ડાયરા ના બેતાજ બાદશાહ નું બિરુદ મેળવ્યું હતું એનો લાભ લેવા ગુજરાતી સિનેમાવાળાએ એમને હીરો તરીકે લઈને ગુજરાતી ફિલ્મ બનાવી ઢોલો મારા મલકનો જે ફિલ્મ એવી સુપર હિટ સાબિત થઈ કે છ છ મહિના સુધી તો અમુક સિનેમા ઘરોમાં હાઉસફુલ ના પાટિયા લાગેલા હતા પસી તો તો CD DVD પ્લેયર નો જમાનો આયો જીહો લાલ પ્રભુ લાયા, સુની ડેલી સૂના ડાયરા,લગ્ન ગીતો, ને ખાસ સનેડાએ આખા ગુજરાતને ઘેલું કરી દીધું હતું બીજી બાજુ સિનેમાના પરદે ખોડિયાર છે જોગમાયા,સાજન હૈયે સાંભરે, શેણી વિજાણંદ, જેવી હિટ ફિલ્મો આપી રહ્યા હતા મેના પોપટ ફિલ્મ નું શૂટિંગ પૂરું થઈ ગયું હતું હજી ફિલ્મ રિલીઝ નતી થઈ 30 સપ્ટેમ્બર 2006 માં રાજકોટનો નવરાત્રી ની આઠમ નો કાર્યક્રમ પતાવી રાજકોટ થી અમદાવાદ પરત આવી રહ્યા હતા ને વચ્ચે માર્ગમાં હૃદય નો હુમલો (એટેક) આયો અને એક કલાકારે આ ફાની દુનિયાને અલવિદા લઈ દીધી પણ ત્યાં સુધી તો લોકોના હૃદય માં અનેરું ઉંચું સ્થાન લઈ લીધું હતું આજે પણ કલાકાર કોઈ વાત નીકળે એટલે સ્વ. મણિરાજ બારોટ ને યાદ કરવામાં આવે તેમના પરિવાર માં ચાર દીકરીઓને મુકતા ગયા જેમાં રાજલ બારોટ પિતા ના પગલે ચાલી સિંગિંગ ની ક્ષેત્રે ગુજરાત માં સારૂ એવુ નામ મેળવ્યું છે.

ગુજરાતના એ કલાકાર ને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે