Gujarat

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજની વિદ્યાર્થિનીએ સંસ્કૃત વિષયમાં યુનિવર્સિટી ખાતે તૃતીય સ્થાન પ્રાપ્ત કરતાં સાવરકુંડલાનું ગૌરવ વધાર્યું 

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં સંસ્કૃત વિષયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિશેષ સિદ્ધિ મેળવનાર અમારી કોલેજની વિદ્યાર્થીની ખીમસુરીયા એકતા કનુભાઈ  તેઓએ સમગ્ર યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયમાં તૃતીય નંબર મેળવીને એપ્રિલ ૨૦૨૪માં લેવાયેલ સેમેસ્ટર ૬ ની પરીક્ષામાં વિશેષ સિદ્ધિ મેળવી છે તેઓને શ્રીમતી સરસ્વતીબેન જયંતીલાલ ભટ્ટ જુનાગઢ દ્વારા સંસ્કૃત પ્રાઈસ મળ્યું છે.
આ વિશેષ સિદ્ધિ બદલ શ્રી નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી કામદાર, ઉપપ્રમુખ  કનુભાઈ ગેડિયા, મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા તેમજ ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા છે, મહિલા કોલેજના કાર્યકારી આચાર્ય ડી. એલ. ચાવડા સાહેબ તથા કોલેજના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. પ્રતિમા એમ. શુક્લ તેમજ પ્રાધ્યાપક કે. બી. પટેલ અને સમગ્ર કોલેજ પરિવાર આ વિદ્યાર્થીની બહેનની ઉજ્જવળ સિદ્ધિ માટે ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યા છે. ઉતરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવેલ છે.
બિપીન પાંધી સાવરકુંડલા