શ્ રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં સરકારશ્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના પરિપત્ર અનુસાર ૨૫/૧/૨૫ ના રોજ કોલેજેના વિદ્યાર્થીની બહેનોમાં મતદાન અંગેની જાગૃતિ આવે તે હેતુસર હાઈલાઈટ વોટિંગ આઈ વોટ ફોર શ્યોર થીમ પર “રાષ્ટ્રીય મતદાન દિવસની”ઉજવણી કરવામાં આવી, જેમાં સાવરકુંડલા મામલતદાર કચેરી થી બી.એલ.ઓ. જે.ડી.પરમાર ભદ્રેશભાઈ પરમાર,તજજ્ઞ દીપકભાઈ પંડ્યા, કેળવણી નિરીક્ષક ભાવેશભાઈ બોરીસાગર વગેરેએ ઉપસ્થિત રહી બહેનોને મતદાન જાગૃતિ વિશે જરૂરી માહિતી પૂરી પાડેલ હતી,
તથા બહેનોના મતદાન અંગેનાં પ્રશ્નોનું સુંદર નિરાકરણ આપેલ હતું.આ સાથે મતદાન જાગૃતિ માટે વિદ્યાર્થીની બહેનોને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવેલ હતી. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડી.એલ.ચાવડા સાહેબ ઉપસ્થિત હતાં,પ્રા.છાયાબેન શાહે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તથા આ કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફ પણ હાજર રહેલ,કાર્યક્રમના અંતે આભાર દર્શન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા.ડો, હરિતા જોશીએ કરેલ હતું,
બિપીન પાંધી સાવરકુંડલા