રાજકોટ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ચાલુ વિવિધ પ્રોજેક્ટની વિઝિટ કરતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા.
રાજકોટ શહેર તા.૨૫/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જેનું સતત મોનીટરીંગ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. આજે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ચાલુ વિવિધ પ્રોજેક્ટની મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વિઝિટ કરી હતી. વિઝિટ દરમ્યાન પ્રોગ્રેસ રિપોર્ટ મેળવી સ્થળ પર જઈને રીયાલીટી રિપોર્ટ મેળવ્યો હતો. ઉપરાંત ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સતત ફીલ્ડમાં રહીને શહેરની સ્વચ્છતા, નિયમિત સફાઈ કામગીરી, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને ન્યુસન્સ પોઈન્ટની સ્થળ મુલાકાત કરી સમીક્ષા કરી હતી. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરની ફેરણી દરમ્યાન સેન્ટ્રલ ઝોનમાં માધાપર રોડ, માધાપર આરોગ્ય કેન્દ્ર, રેલનગરમાં નવું બની રહેલ આરોગ્ય કેન્દ્ર, પોપટપરાનું નાલુ અને જ્યુબિલી ખાતેના અરવિંદભાઈ મણિયાર હોલની મુલાકાત લીધી હતી. મ્યુનિસિપલ કમિશનરની વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સિટી એન્જી. અતુલ રાવલ સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઈસ્ટ ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની (IAS)એ વોર્ડ નંબર-૧૮માં કોઠારીયા રોડ પર આવેલ વિસ્તાર સોરઠીયાવાડી સર્કલ તથા રોલેક્સ રોડ પર આવેલ રહેણાક વિસ્તાર વિરાણી રેસિડેન્સી, માઈલસ્ટોન એપાર્ટમેન્ટ અને સુરભી એપાર્ટમેન્ટ ખાતે ડોર ટુ ડોર ટિપર વાહન બાબતે વિઝિટ કરી હતી. ત્યાં રહેણાક વાસીઓના ફિડબેક લીધેલ છે તથા કામગીરી ચકાસેલ છે. કોલ સેન્ટર અંતર્ગત આવતી ફરિયાદોનું રીવ્યુ કર્યું તેમજ સફાઈ કામદારોની હાજરીની ચકાસણી કરી હતી. મુલાકાત દરમિયાન ટીપરવાનની અનિયમિતતા બાબતે એજન્સીના સુપરવાઈઝરની નબળી/અસંતોષકારક કામગીરી જણાતા રૂ.૪૦૦૦ ની પેનલ્ટી આપવામાં આવેલ. નાયબ મ્યુનિસિપલ કમિશનરની વિઝિટ દરમ્યાન સિટી ઈજનેર, નાયબ પર્યાવરણ ઈજનેર, વોર્ડના ના.કા.ઈ.શ્રી, વોર્ડ ઓફિસર તથા SI/SSI હાજર રહેલ. વેસ્ટ ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીએ વોર્ડ નં.૧૧માં આવેલ વામ્બે આવાસ યોજના પાસેના ન્યુસન્સ પોઈન્ટની મુલાકાત કરી હતી. વિઝિટ દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ આસપાસના રહેવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો તેમજ ગંદકી ન કરવા સમજાવેલ હતા તેમજ આ ન્યુસન્સ પોઈન્ટ કાયમી ધોરણે નાબુદ થાય તે માટે સંબધિત અધિકારીને સુચના આપી હતી. ત્યારબાદ નાયબ મ્યુનિસિપલ કમિશનરએ આ જ વોર્ડમાં આવેલ દ્વારિકાધીશ ચોક ખાતેના હોકર્સ ઝોનની મુલાકાત લઈ પે એન્ડ યુઝ ટોઇલેટની મુલાકાત લઈ સ્વચ્છ અંગે સમીક્ષા કરી હતી.
નાયબ મ્યુનિસિપલ કમિશનરની વિઝિટ દરમ્યાન સિટી ઈજનેર, નાયબ પર્યાવરણ ઈજનેર, વોર્ડના ના.કા.ઈ.શ્રી, વોર્ડ ઓફિસર તથા SI/SSI હાજર રહેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.