Gujarat

તળાવમાં ચૂનો અને પોટેશિયમ પરમેગ્નેટનો છંટકાવ, ઓક્સિજન સ્તર જાળવવા નગરપાલિકાની પહેલ

માંડવી શહેરના ઐતિહાસિક ટોપણસર તળાવમાં જળચર જીવોની સુરક્ષા માટે નગરપાલિકાએ અનોખી પહેલ કરી છે. ગરમીના કારણે તળાવના પાણીમાં ઓક્સિજનનું સ્તર જળવાઈ રહે તે માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે.

નગરપાલિકાની ટીમે બોટ મારફતે સમગ્ર તળાવમાં ચૂનાનો છંટકાવ કર્યો છે. વધુમાં, જળચર જીવોના રક્ષણ માટે પોટેશિયમ પરમેગ્નેટ અને જીઓટીન પાવડરનો પણ છંટકાવ કરવામાં આવ્યો છે

આ કાર્યક્રમમાં નગરપતિ હરેશભાઈ વિંઝોડા, કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર, સત્તાપક્ષ નેતા લાંતિકભાઈ શાહ સહિત અનેક પદાધિકારીઓ જોડાયા હતા.

સેનિટેશન ચેરમેન પિયુષભાઈ ગોહિલ, ટાઉન પ્લાનિંગ ચેરમેન વિજયભાઈ ગઢવી અને અન્ય અધિકારીઓએ પણ આ જીવદયાના કાર્યમાં ભાગ લીધો હતો.