Gujarat

વડતાલના આનંદપૂરામાં લગ્ન સ્થળે જાનૈયા અને કન્યા પક્ષ વચ્ચે મારા મારી, 5ને ઇજા

વડતાલના આનંદપૂરામાં જાન લઇ પરણવા ગયેલા નડિયાદના બામરોલીના રહીશોને કડવો અનુભવ થયો હતો.જેમાં વરરાજા લગ્ન મંડપમાં પહોંચી ગયા બાદ કોઇ બાબતે જાનૈયા અને લગ્ન સ્થળે હાજર લોકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી.

આ બનાવમાં કેટલાક શખ્સોએ પાંચ થી સાત વ્યક્તિને ડંડા અને લાકડી વડે મારમાર્યો હતો.જેમાં એક યુવકને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો.

આમ લગ્નપ્રસંગમાં મારામારી થતાં અરેરાટી વ્યાપી હતી.આ લખાય છે ત્યાં સુધી વડતાલ પોલીસ મથકે કોઈ ફરિયાદ ન નોંધાવી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

નડિયાદના બામરોલી ગામમાં રહીશો કણજરીના આનંદપૂરામાં જાન લઇ પરણવા માટે ગયા હતા.

ત્યાં વરરાજા લગ્નમંડપમાં પહોંચતા જાનૈયા અને લગ્ન સ્થળે હાજર કેટલાક લોકો વચ્ચે કોઇ અગમ્ય કારણોસર ઝઘડો થયો હતો.

જે બાદ મામલો ઉગ્ર બનતા મારામારી થઈ હતી. ત્યારે જાનમાં ગયેલા 5 થી 7 લોકોને ડંડા અને લાકડી વડે મારમાર્યો હોવાના જાનેયાઓનો આક્ષેપ છે.

ત્યારે આશરે પાંચ થી દસ વ્યક્તિઓને એક યુવકને ખેંચીને મારમાર્યો હતો.

બીજી તરફ લગ્ન પહેલા જ મારામારી થતા બંને પરિવારોમાં રોષ સાથે ઉચાટ જોવા મળ્યો હતો. ત્યારે જાનમાં પરણવા આવેલા યુવકને પરિવારજનોએ પરણાવી ઘરે લઇ ગયા હતા.

ત્યારે ઘવાયેલા યુવકોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.વળી લગ્નમાં પોલીસ કર્મચારી સાદા ડ્રેસમાં હોવાનો એકરાર જાનૈયાઓએ કર્યો હતો.

આમ પોલીસની હાજરીમાં છૂટાહાથની મારામારી થઇ હતી.ત્યારે એક યુવકને ગંભીર ઇજા પહોંચતા નડિયાદ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આમ વડતાલના આનંદપૂરામાં લગ્નમાં મારામારી થતા ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની હતી.

આ બનાવ અંગે વડતાલ પી આઈ પી.એસ.બરંડાએ જણાવ્યું હતુ કે આ બનાવ અંગે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.