નસીંગ પરિવાર જામનગર દ્વારા રક્ષા બંધન પર્વની ઉજવણી
નર્સીગ પરિવાર જામનગર દ્વારા રક્ષા બંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નર્સીગ પરિવારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક પંડયા તથા પોલીસ કર્મચારીઓએ રાખડી બાંધી હતી. આ તકે જી.જી. હોસ્પિટલના નર્સીગ અધિક્ષક દિપીકા ગામીત, મદદનીશ નર્સીગ અધિક્ષક હેડ નર્સ, સ્ટાફ નર્સ, ટીએનએઆઇ ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ઉપપ્રમુખ ટ્રીકલ ગોહેલ તથા જામનગર બ્રાન્ચના પ્રમુખ અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં.