મુકેશ જીંજાળા પત્રકાર સુરત દ્વારા…
નેચરવેલી હોમ્સ સોસાયટી સારોલી સુરતમાં આહીરાણી મહારાસના ગીતના તાલે બહેનો ગરબે ઘૂમી….
નેચરવેલી હોમ્સ સોસાયટી સારોલી મુકામે ભવ્ય નવરાત્રીનું આયોજન થાય છે માં જગદંબાના આઠમાં નોરતે મહા પ્રસાદ અને મહાઆરતીનું આયોજન હોય છે આજના દિવસે સમગ્ર સોસાયટીના મહિલાઓ પારંપરિક ડ્રેસમાં તૈયાર થઈ ગરબે ઘૂમે છે અહીં રમઝટ જેવું જ વાતાવરણ બને છે ચા પાણી નાસ્તા સાથે વ્યવસ્થા કરીને સમગ્ર સોસાયટીના અઢારેય વર્ણનાં લોકો સાથે પારિવારિક ભાવના થી આયોજન થાય છે આ વર્ષે દીવડા મશાલ સાથે મહા આરતી સાથે સોસાયટીની મહિલાઓ બહોળી સંખ્યામાં દ્વારકા મુકામે યોજાયેલ ઐતિહાસિક આહીરાણી મહારાસના સ્પેશિયલ ગીત સાથે મહારાસના સ્ટેપ લઈને અદ્ભુત વાતાવરણ બનાવ્યું હતું. સમગ્ર વાતવરણ અને બહેનોએ મહારાસ ની યાદ તાજી કરી હતી..