જામનગરમાં નવરાત્રીના બીજા દિવસે દેશભક્તિનો માહોલ છવાયો છે. સાત રસ્તા પાસે કોમર્સ કોલેજના મેદાનમાં રંગતાલી ગ્રુપની સહિયર નવરાત્રી ‘ઓપરેશન સિંદૂર’ થીમ સાથે યોજાઈ રહી છે.
સંયોજક સંજયભાઈ જાની અને તેમની ટીમે રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયેલો કાર્યક્રમ યોજ્યો છે. આ વર્ષે વિશેષ ગરબો “ભૂલ્યા નથી અને ભૂલવાના પણ નથી” પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. મેદાનમાં તિરંગા અને કેસરિયા ધ્વજ ફરકી રહ્યા છે.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘ચોકડી રાસ’માં 12-13 વર્ષના બાળકોનું પ્રદર્શન રહ્યું. બાળકોએ રાષ્ટ્રધ્વજ સાથે ત્રિરંગા દુપટ્ટા પહેરી ભારતીય સૈનિકોના જોશને પ્રદર્શિત કર્યું.