કેશોદના પેથલજી ચાવડા સમાજ ખાતે ચોમાસાની ઋતુને ધ્યાને રાખી આપત્તી સમયે ઈમરજન્સી રેસ્કયુ કરવા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ટીમને તૈનાત રાખવામાં આવી છે.
જયાં 30 જેટલા રેસ્કયુ કર્મીઓને ત્વરીત રેસ્કયુ કરવા મદદરૂપ સાધનો જેવા કે ઇલેક્ટ્રીક ઉપકરણો, રસ્સી સહિત સાધન સામગ્રીની ઉપયોગીતા અંગે તાલીમ આપવામાં આવી રહી છે.
ખાસ કરીને જુનાગઢ જિલ્લાના એક માત્ર કેશોદ ભૌગોલિક રીતે મધ્યમાં આવતું હોય તેમજ રેસ્ક્યુ માટે વધુ જરૂરિયાતવાળા ઘેડ પ્રદેશ તેમજ આસપાસના તાલુકામાં ઝડપી રેસ્કયુ કરી શકાય તે માટે રેસ્કયુ ટીમને તૈનાત રાખવામાં આવી છે.
ચોમાસામાં ભારે વરસાદ સમયે પૂરની સંભવિત પરિસ્થિતી, આકસ્મિક રેસ્કયુ સહિત આવશ્યક ઇમરજન્સીને પહોંચી વળવા વહીવટી તંત્રનો ફોન આવતાં રેસ્કયુ ટીમ કેશોદથી લોકોની મદદે રવાના થશે.
આ માટે એનડીઆરએફ ટીમના અધિકારીઓએ આસપાસના ભૌગોલિક વિસ્તારનું નિરીક્ષણ કરી અભ્યાસ પણ કરી લીધો હોવાનું જણાવ્યું હતું.
ચોમાસામાં મોટાભાગની નદીઓનું પાણી ઘેડ તરફ જતું હોય પુરની સ્થિતિ ઉભી થતી હોય છે અને લોકોને આ સ્થિતિમાં કોઈ મુશ્કેલી ન પડે માટે આ ટીમ સ્થળ પર પહોંચતી હોય છે.