બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધીક્ષક અક્ષયરાજ મકવાણાની ભરૂચ જિલ્લામાં એસપી તરીકે બદલી થઈ છે. આજે પાલનપુર એસપી કચેરી ખાતે તેમને ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
વિદાય સમારંભમાં પોલીસ દળ અને સ્થાનિક લોકોએ તેમને કેસરી પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. એસપી કચેરીથી કદી ટાવર સુધી જિલ્લા પોલીસ વડા પગપાળા નીકળ્યા હતા. આ દરમિયાન પોલીસ કર્મચારીઓએ હાથોની સાંકળ બનાવી તેમનું વિશેષ સન્માન કર્યું હતું.

પશ્ચિમ પોલીસે કોજી ટાવર પાસે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પાલનપુર સહિત સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તેમની વિદાય વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભાવુક વાતાવરણ સર્જાયું હતું.