પંચમહાલ જિલ્લા પુરવઠા તંત્રએ ગોધરાના પરવડી વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગર અને તેમની ટીમે બે કંપનીઓની આકસ્મિક તપાસ હાથ ધરી.
શ્રી યમુના પ્રોટીન મિલ પ્રા. લિમિટેડમાં તપાસ દરમિયાન 41.81 લાખ રૂપિયાની કિંમતના તુવેરદાળના 770 કટ્ટા મળ્યા.
શ્રી યમુના અક્ષત પ્રા. લિમિટેડમાંથી 23.22 લાખ રૂપિયાની કિંમતના 1935 કટ્ટા જપ્ત કરવામાં આવ્યા. બંને કંપનીઓમાં જરૂરી રજિસ્ટરો નિભાવવામાં આવતા ન હતા.
તપાસમાં જાણવા મળ્યું કે ભારત સરકારના પોર્ટલ પર સ્ટોકની વિગતો જાહેર કરવામાં આવી નહોતી. તંત્રએ બંને સ્થળેથી મળેલો સમગ્ર જથ્થો સીઝ કર્યો છે.
યમુના પ્રોટીન મિલના સંચાલક હેમલ શાહ અને યમુના અક્ષત પ્રા. લિમિટેડના સંચાલક કલ્પિત શાહને બિનઅધિકૃત સંગ્રહખોરી બદલ નોટિસ આપવામાં આવી છે.
જિલ્લા પુરવઠા તંત્રએ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પંચમહાલ જિલ્લામાં અનાજના વેપારીઓ અને મિલ માલિકો સામે ગેરરીતિઓ માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.