Gujarat

5 ગામના રહીશોએ રજૂ કરેલા પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓને સૂચના

ગીર સોમનાથના રોણાજ ગામમાં જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં રાત્રિસભા યોજાઈ હતી. આ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કલેક્ટરે ગ્રામજનો સાથે સંવાદ કરી વિવિધ સરકારી યોજનાઓની માહિતી મેળવી હતી. તેમાં સાક્ષરતા દર, આશ્રયસ્થાન, ટેન્ડર પ્રક્રિયા, જન્મ-મરણની નોંધણી, પી.એચ.સી.માં પાણીની વ્યવસ્થા અને વિવિધ સહાય યોજનાઓનો સમાવેશ થાય છે. તેમણે ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ સ્વચ્છતા મિશન, ઈ-વ્હીકલ અને વેરા વસૂલાત અંગે માર્ગદર્શન આપ્યું હતું.

મીતિયાજ, કરેડા, છાછર, દુદાણા અને દેવલપુર ગામના લોકોએ વિવિધ સમસ્યાઓ રજૂ કરી હતી. આમાં વારસાઈ, શાળાના રેકોર્ડ, ચેકડેમ, પ્રોટેક્શન દિવાલ અને રસ્તા પરની અડચણોનો સમાવેશ થાય છે.

કલેક્ટરે તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી અને સંબંધિત અધિકારીઓને ઝડપી નિરાકરણ લાવવા સૂચના આપી હતી.

સભામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી કે.આર.પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.ચૌહાણ, ડી.વાય.એસ.પી ચૌધરી અને અન્ય વિભાગીય અધિકારીઓ હાજર રહ્યા હતા.