Gujarat

રાજકોટ મહાનગરપાલિકા આંગણવાડી ખાતે અતિ કુપોષિત બાળકોનું સ્ક્રીનીંગ N.G.O ના સહયોગથી પોષણ કિટ વિતરણ કરવામાં આવી.

રાજકોટ મહાનગરપાલિકા આંગણવાડી ખાતે અતિ કુપોષિત બાળકોનું સ્ક્રીનીંગ N.G.O ના સહયોગથી પોષણ કિટ વિતરણ કરવામાં આવી.

રાજકોટ શહેર તા.૮/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ICDS ઘટક 3 સેન્ટ્રલ ઝોનમાં “મીશન પોષણ સંગમ RMC” અંતર્ગત અતિ કુપોષિત બાળકોનુ સ્ક્રીનીંગ અને શેર વિથ સ્માઇલ NGO દ્વારા પોષણ કીટ વિતરણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ. રાજકોટ ઝોનના નાયબ નિયામક પૂર્વીબેન પાંચાલ , પ્રોગ્રામ ઓફીસર શારદાબેન દેસાઇ, બાળ વિકાસ યોજના અધિકારી પૂજાબેન જોષી, શેર વિથ સ્માઇલ NGO માંથી કપિલભાઇ પંડ્યા, દાતા દિપનાબેન રાવજીભાઇ અનંત, ICDS સ્ટાફ, આરોગ્ય કેન્દ્ર્માંથી RBSK ટીમ, આંગણવાડી કાર્યકર બહેનો અને બાળકોના વાલીઓ હાજર રહેલ. આ કેમ્પમાં બાળકોનુ સ્ક્રીનીંગ, બાળકોના વાલી સાથે કાઉન્સેલીંગ કરવામાં આવેલ અને દાતા તરફથી મળેલ પોષણકીટનું વિતરણ કરવામાં આવેલ. આ સાથે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી પણ કરવામાં આવેલ, જેમાં હાજર લાભાર્થીઓને 6 મહિના સુધી ફક્ત સ્તનપાન અને તેના મહત્વ વિશે & THR માંથી બનતી વિવિધ વાનગીઓ અને પોષક તત્વો વિશે માર્ગદર્શન આપવામાં આવેલ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250808-WA0015-1.jpg IMG-20250808-WA0014-0.jpg