મેંદરડા : ખાતે પોષણ સંગમ જાગૃતિ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ
વિવિધ આંગણવાડી કેન્દ્રો પર વાલી અભિપ્રાય બાળકો નુ સન્માન વગરે કાર્યકમ યોજાયા
મેંદરડા ખાતે પોષણ સંગમ જાગૃતિ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ જેમાં મેંદરડા ની વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાસ કરીને ૧૦,૧૧,૧૨,૧૪,૧૭ સહિત કુલ પાંચ કેન્દ્રો વચ્ચે કરવામાં આવેલ હતી જે બાળક નું વજન ઓછું હતું અને તેમાં વધારો થયો હોય તેવા બાળકો ના વાલીઓનો અભિપ્રાય તેમજ બાળકો ને પોષણ ટોપલી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
આંગણવાડી કેન્દ્રો પર થી મળતા ટીએચાર માંથી વિવિધ પ્રકાર ની વાનગી બનાવી તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું પોષણ સંગમ કાર્ડ ના સ્ટોલ ની મુલાકાત કરવામાં આવેલ હતી આ તકે ગ્રા.પં સદસ્ય કિર્તીબેન ઢેબરીયા, આઈ.સી.ડી.એસ ના સી.ડી.પી.ઓ તેમજ કાજલબેન જોશી આરોગ્ય ના ડો.કિંજલબેન બાલધા, આંગણ વાડી સંચાલક જાનવીબેન જાદવ,મનિષા બેન કિંદરખેડીયા સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વાલીઓ બાળકો ને સાથે રાખી પોષણ શપથ પ્રતિજ્ઞા લેવડાવામા આવેલ હતી
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા