સ્વ. ગીતાબેન કિશોરભાઈ બલર ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર માં રેડક્રોસ બ્લડ સેન્ટરને ૪૧ રક્ત યુનિટ અર્પણ
સુરત સામાજિક સંરચના રિવાજ પ્રથા માં પરમાર્થ નું વંદનીય કાર્ય કરતા બલર પરિવારે રક્તદાન શિબિર સ્વર્ગસ્થ ગીતાબેન કિશોરભાઈ બલર ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સતત પાંચ વર્ષથી બલર પરિવાર શિવાલિક પરિવાર ,રોટરી ક્લબ સુરત ઈસ્ટ ના સભ્યો, બલર પરિવારના સંબંધીઓ દ્વારા ૪૧ યુનિટ રક્તદાન અર્પણ કરાયુ
બલર પરિવારના મોભી માધવજીભાઈ હરિભાઈ બલર અને અંબાબેન માધવજીભાઈ બલર મૂળ વતન નાની રાજસ્થળી તાલુકો પાલીતાણા જીલ્લો ભાવનગર ના વતની છેલ્લા ૪૦ વર્ષથી સુરતને કર્મભૂમિ બનાવીને રહે છે સમગ્ર બલર પરિવાર તેમજ સગા સ્નેહી ઓએ માધવજી દાદા અને અંબા બાના સુસંસ્કારો નું ઉમદા આચરણ કરી અન્યો ને મદદ રૂપ બનવા ની ઉદત ભાવના એ જીવનમાં સદા માટે અગ્રેસર રાખી માનવતાવાદી અને લોક ઉપયોગી આરોગ્ય લક્ષી કાર્યોમાં સહભાગી થઈ સુરતમાં સત્કાર્યની સુવાસ ફેલાવી રહ્યા છે વડીલ માધવજી દાદા શ્રી નિર્માણ ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલ નાની રાજસથળીના સ્થાપક પ્રમુખ તેમજ પૂર્વ સરપંચ પદે લાંબા સમય સુધી તેમની સેવા ગામવાસીઓને સમગ્ર પંથકમાં પૂરી પાડી છે એમના પગલે પગલે તેમના સંતાનો પણ સુરતમાં પોતાના ધંધા વ્યવસાય સાથે જોડાઈને સતત સત્કાર્ય કરતા રહે છે કિશોરભાઈ બલર જેઓ શિવાલીક હાઈટ્સ ખાતે પ્રમુખની જવાબદારી સંભાળી પાસ્ટ પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ માં પણ સેવા આપે છે.
જીવન અને મૃત્યુ કુદરતના હાથમાં છે પણ સત્કાર્ય ની સુવાસ સદા અમર રહે છે સ્વર્ગસ્થ ગીતાબેન નું અવસાન ૨૦૨૦ માં ટૂંકી બીમારીમાં થતા પરિવારજનોએ દર પુણ્યતિથિએ રક્તદાન શિબિર નું આયોજન કરી સ્વ ગીતાબેન ના આત્માને શાંતિ અર્થે અને સ્મરણાર્થે આ રક્તદાન શિબિર માં એક થયેલું એકઠું થયેલું રક્ત ઇન્ડિયન રેડ સોસાયટી રેડક્રોસ બ્લડ સેન્ટર ને અર્પણ કરાય છે. અત્યાર સુધીમાં ૨૫૦ કરતાં વધારે રક્ત યુનિટ અર્પણ કરાયું છે સ્વ ગીતાબેન ના પિયર પક્ષના બોદરા પરિવાર તેમજ વસોયા પરીવારના લોકો પણ આ રક્તદાન શિબિરમાં ભાગ લે છે વર્તમાન સમયમાં અસાધ્ય રોગો અકસ્માત ના સમયે અને જીવલેણ બીમારીમાં તેમજ પ્રસુતા અને થેલેસેમિયા ના દર્દીઓને રક્તની ખાસ જરૂર હોય છે માનવ શરીર ના અનમોલ રક્ત નો વિકલ્પ દુનિયામાં નથી રક્ત કોઈપણ હોસ્પિટલમાં હોસ્પિટલ બનાવી શકાતું માટે અમૂલ્ય જિંદગી બચાવવા સર્વ લોકો સ્વૈચ્છિક રક્તદાન કરે તેમજ સામાજિક રાષ્ટ્રીય ધાર્મિક તહેવારો અને જન્મ દિવસ લગ્ન એનીવસરી ના પ્રસંગ મા પણ રક્તદાન શીબીર ના આયોજન થાય તો રક્ત ના અભાવ કારણે કોઈ ને જીદંગી ગુમાવી ના પડે આ શીબીર માં ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા ડોક્ટર રવિન્દ્ર કોરાટ ડોક્ટર અમુ લખ સવાણી ડોક્ટર જગદીશ વઘાસિયા તેમજ અન્ય રોટરી ક્લબના સભ્યો અને પરિવારના મોભી હાજર રહ્યા હતા કિશોરભાઈ બલર પાસ્ટ પ્રેસિડન્ટ રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ શિવાલિક ઉતરાણ સુરત અને દિનેશભાઈ જોગાણી જેઓ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રેડ ક્રોસ બ્લડ સેન્ટર લોકદ્રષ્ટિ ચક્ષુબેંક સક્ષમ સાથે સંકળાયેલા અને ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ ની ઉપસ્થિતિ માં યોજાયેલ રક્ત દાન શિબિર ના આયોજન બલર પરિવાર પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી રિપોર્ટ નટવરલાલ ભાતિયા



