Gujarat

25 મેના રોજ PM મોદી કરી શકે છે ફ્લેગ ઓફ, મુસાફરોને થશે સમયની બચત

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શનાર્થીઓ માટે આનંદના સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25મેના રોજ ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદથી સોમનાથ વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે.

આ નવી વંદે ભારત ટ્રેન શરૂ થવાથી મુસાફરોના પ્રવાસ સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે. વેસ્ટર્ન રેલવેના DRUCC મેમ્બર અનિષ રાચ્છે આ અંગેની શક્યતા વ્યક્ત કરી છે. વેરાવળ રેલવે સ્ટેશન પર આ નવી સેવા માટેની ઔપચારિક વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ નવી સેવાથી સોમનાથ મંદિરના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને વધુ સારી અને ઝડપી યાત્રાનો લાભ મળશે. વંદે ભારત એક્સપ્રેસ ભારતની સૌથી આધુનિક અને ઝડપી ટ્રેન છે, જે મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત પ્રવાસની સુવિધા પૂરી પાડશે.