વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી મેના રોજ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. આ તેમની વડાપ્રધાન તરીકેની નવમી કચ્છ મુલાકાત હશે.
મોદી અને કચ્છનો નાતો ખૂબ જૂનો છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 80થી વધુ વખત કચ્છની મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન તરીકે તેમની પ્રથમ મુલાકાત 2015માં ત્રણ દિવસ માટે હતી. તે દરમિયાન તેમણે માતાના મઢની મુલાકાત લીધી હતી.
2017માં તેમણે ભચાઉમાં નર્મદા યોજનાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે જ વર્ષે વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે પણ આવ્યા હતા.
2018માં તેમણે સતાપર ખાતે 6000 કરોડના ખર્ચે બનેલી જીપીએસસી તેલ પાઇપલાઇન ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું.
2020માં ધોરડોમાં સોલાર પ્રોજેક્ટ અને માંડવીના ડિસેલીનેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. 2022માં તેમણે સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું અને વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે અંજારની મુલાકાત લીધી હતી.
તેમની છેલ્લી મુલાકાત 2023માં સિરક્રીક ખાતે હતી, જ્યાં તેમણે જવાનો સાથે દિવાળી ઉજવી હતી.
આ વખતની મુલાકાત ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં મહત્વપૂર્ણ મનાય છે. કચ્છના લોકોમાં વડાપ્રધાનની મુલાકાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

