ખંભાળિયામાં શ્રીજી સોસાયટી નજીક આવેલી શ્રી ગિરિરાજજી હવેલી ખાતે અપરા એકાદશીના શુભ અવસરે લોહાણા મહિલા મિત્ર મંડળે આંબા મનોરથનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ફૂલ મંડળી અને સત્સંગ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આંબા મહોત્સવ દરમિયાન શ્રી ગિરિરાજજીના ચરણોમાં 151 કિલોથી વધુ કેરી અર્પણ કરવામાં આવી હતી. આ ત્રિવિધ ભક્તિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. કાર્યક્રમના અંતે લોહાણા મહિલા મિત્ર મંડળે સહભાગી થયેલા તમામ વૈષ્ણવોનો આભાર માન્યો હતો.



