રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી દ્વારા શરદ પૂર્ણિમાના પાવન અવસરે મહિલા પાખ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. બોડેલી સ્થિત રાજપૂત સમાજના ભવન ખાતે દીપ પ્રાગટ્ય અને માતાજીની આરતી સાથે કાર્યક્રમનો શુભ આરંભ કરવામાં આવ્યો.
ગરબા મહોત્સવમાં બોડેલી તાલુકાના ગામોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં સમાજની મહિલાઓ રાજપુતી પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈને કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની હતી. ગરબાની ધૂન પર મહિલાઓએ ઉમંગ અને ઉત્સાહ સાથે ગરબા રમ્યા હતા, જેને જોઈ સૌએ પ્રશંસા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન મહિલા પાખ દ્વારા સમાજમાં એકતા, સંસ્કૃતિના સંરક્ષણ અને પરંપરાઓના જતનનો સંદેશ આપવામાં આવ્યો . કાર્યક્રમમાં સમાજની મહિલા આગેવાનો, તથા મોટી સંખ્યામાં મહિલા સભ્યોની ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ભાવના અને સામાજિક એકતાથી છલકાતો રહ્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર