ઉતરાયણ ના તહેવાર નિમિત્ત
રાણપુર શહેરમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા પતંગ-દોરાની દુકાને ચેકિંગ કરીને જરૂરી સૂચનાઓ આપી
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં રાણપુર તાલુકા વન વિભાગના અધિકારીઓ દ્વારા રાણપુર શહેરમાં પતંગ અને દોરાની દુકાનદારોને ત્યાં ચાઈનીઝ દોરી ને લઈ ને ચેકિંગ કરવામાં આવ્યું તેમજ જરૂરી સૂચનાઓ આપવામાં આવી સવારે 9 વાગ્યા સુધી તેમજ સાંજે 6 વાગ્યા બાદ પતંગ નહીં ઉડાડવા લોકોને સમજાવવામાં આવ્યા કરુણા અભિયાન અંતર્ગત જો કોઈ ઘાયલ પક્ષી હોય તો રાણપુર વન વિભાગ નો સંપર્ક કરવા પણ જણાવવામાં આવ્યું હતું આ ચેકિંગમાં રાણપુર તાલુકા વન વિભાગના ફોરેસ્ટર એમ.જે. પરમાર, એ.પી.પરમાર તેમજ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું..
તસવીર:વિપુલ લુહાર,રાણપુર




