Gujarat

ચડોતરથી ગઢ જવાના રસ્તા પર ઓવરબ્રિજની એક બાજુનો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયો

ચડોતરથી ગઢ જવાના રસ્તા પર આવેલા ઓવરબ્રિજની એક બાજુનો સર્વિસ રોડ વરસાદના કારણે પાણીમાં ગરકાવ થયો છે.

આ રસ્તો 20 થી વધુ ગામોને પાટણ સાથે જોડે છે.પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ચડોતર ગામથી ગઢ તરફ જવાના રસ્તા પર ચડોતર થી થોડા અંતરે થોડા સમય પહેલા એક ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે.

જે રોડ પાટણ સુધી અનેક ગામડાઓમાં થઈને પસાર થાય છે. આ રોડ પર આજુબાજુના પાલનપુર તાલુકાના 20 થી વધુ ગામડાના લોકો પણ અવરજવર કરે છે.

બે દિવસ પહેલા પાલનપુરમાં પડેલા બે ઇંચ વરસાદના કારણે આ બ્રિજની એક બાજુનો સર્વિસ રોડ પાણીમાં ગડકાવ થઈ ગયો છે. જેમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈને હજૂ પણ પડ્યા છે.

બે દિવસ જેટલો સમય વિતવા છતાં પાણી નીકાળવાની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવતા વાહન ચાલકો, વૃદ્ધ લોકો, રાહદદારીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે, સર્વિસ રોડ પરથી તાત્કાલિક પાણી નીકાળવાની વ્યવસ્થા કરવામાં આવે તો અમારે આખો પુલ ઉતરીને જેવું ના પડે અને સરળતાથી સર્વિસ રોડથી અવરજવર કરી શકાય.

પુલ પર પણ રાહદારીઓને ચાલવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી પુલ પર ચાલતા પણ ડર લાગે છે. અને અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે.

જેથી અમારી માંગ છે કે, તાત્કાલિક ધોરણે સર્વિસ રોડ પરના વરસાદી પાણીનો નિકાલ કરી માર્ગને ખુલ્લો કરવામાં આવે. રોડ પાણીમાં ગરકાવ થઈ જતાં લોકોને મુશ્કેલી પડી રહી છે.