Gujarat

ગાંધી જ્યંતી નિમિત્તે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત શ્રી કે.કે હાઈસ્કૂલ એનએસએસ યુનિટ દ્વારા વન ડે કેમ્પ યોજાયો

તા.૧-૧૦-૨૫ ને શનિવારના રોજ શ્રી કે.કે હાઈસ્કૂલ એનએસએસ યુનિટ દ્વારા ” સ્વચ્છતા હી સેવા” સ્વચ્છતા પખવાડિયાની ઉત્સાહભેર ઉજવણીની સાથે વન ડે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.કેમ્પની શરૂઆત મહાત્મા ગાંધીજીની છબીને સુતરની આંટી પહેરાવી પ્રાર્થનાથી કરવામાં આવી હતી.પ્રિન્સિપાલ ચેતનભાઈ ગુજરીયાએ “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત જીવનમાં સ્વચ્છતાના મહત્વની સાથે રાષ્ટ્રીય સેવા યોજના વિશે વિદ્યાર્થીઓને માહિતીગાર કર્યા હતા. એનએસએસ યુનિટના સ્વયં સેવક ભાઈઓ-બહેનો દ્વારા સમગ્ર શાળાની સફાઈ કરવામાં આવી હતી.સાથે સાથે સ્વચ્છતા સંદેશ આપતી ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું,જેમાં ઘણા વિદ્યાર્થીઓ હોંશભેર ભાગ લીધો હતો.અંતે એનએસએસ સ્વયં સેવકો દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ સ્લોગનો સાથે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કેમ્પનું આયોજન પ્રિન્સિપાલ ચેતનભાઈ ગુજરીયાના માર્ગદર્શન હેઠળ એનએસએસ પ્રોગ્રામ ઓફીસ  વિપુલભાઈ દવે, કેમ્પ કો-ઓર્ડીનેટર શ્રી આપાભાઈ માંજરિયા ,રીનાબેન તથા સમગ્ર સ્ટાફગણની જાહેમતથી સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.શ્રી નૂતન કેળવણી મંડળના પ્રમુખ  ચંદ્રિકાબેન ઘેલાણી,ઉ.પ્રમુખ કનુભાઈ ગેડિયા, મેં.ટ્રસ્ટી  મુકુંદભાઈ નાગ્રેચા તથા સમગ્ર ટ્રસ્ટીગણે કેમ્પની સફળતા બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા