અમરેલી તાલુકા વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોની હેરફેર કરતા વાહન સહિત કુલ કિં.રૂ.૩,૧૩,૭૫૦/- ના મુદ્દામાલ સાથે એક પરપ્રાંતિય ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂની બદી દુર કરવા પ્રોહીબિશનના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.વી.એમ. કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે અમરેલી તાલુકાના ચિતલ થી રાંઢીયા ગામે જવાના રસ્તેથી એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની તુફાન ગાડીમાં હેરફેર કરતા પકડી પાડી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
*પકડાયેલ આરોપી*-
*નારણ ઉર્ફે નરેશ જોહરીલાલ મોહનીયા, ઉ.વ.૩૫, રહે.કાલવટ, જમરાચ ફળીયુ, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ).*
*પકડાયેલ મુદ્દામાલઃ*-
*ભારતીય બનાવટની વિદેશી દારૂની લંડન પ્રાઇડ ઓરેંજ ફલેવર વોડકાની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ ૪૬ કિ.રૂ.૬,૭૫૦/- તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૭,૦૦૦/- તથા એક તુફાન ફોરવ્હીલ રજી.નં. જી.જે.૦૭.એ.આર. ૮૧૯૬ કિ.રૂ.૩,૦૦,૦૦૦/-મળી કુલ કિં.રૂ.૩,૧૩,૭૫૦/- નો મુદ્દામાલ.*
*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.વી.એમ. કોલાદરા તથા એ.એસ.આઇ. કનાભાઇ સાંખટ, રાહુલભાઇ ચાવડા તથા હેડ કોન્સ. મહેશભાઇ મુંઘવા, તુષારભાઇ પાંચાણી તથા પો. કોન્સ. અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.*