Gujarat

ત્રણ બાઈકસવારમાંથી એક ઝડપાયો, બે ફરાર; રબારીવાસ પાસેની ઘટના

અંબાજી યાત્રાધામમાં મોબાઈલ સ્નેચિંગનો એક કિસ્સો સામે આવ્યો છે. રબારીવાસમાં આવેલા આપેશ્વર મહાદેવ મંદિર પાસે રાત્રે બનેલી ઘટનામાં ત્રણ બાઈક સવારોએ મોબાઈલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટના બાદ ભાગી રહેલા આરોપીઓને ગબ્બર વિસ્તારના સ્થાનિક લોકોએ રોકવાનો પ્રયાસ કર્યો હતો.

ત્રણ આરોપીઓમાંથી બે ફરાર થવામાં સફળ રહ્યા, જ્યારે એક આરોપીને લોકોએ પકડી પાડ્યો હતો.

સ્થાનિક લોકોએ તરત જ અંબાજી પોલીસને જાણ કરી હતી.

પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પકડાયેલા આરોપીને કબજામાં લઈને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

સ્થાનિક રહેવાસીઓએ આવા ગુનેગારોને કડક સજા થાય તેવી માગણી કરી છે.

પોલીસ ફરાર થયેલા બે આરોપીની શોધખોળ કરી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.