Gujarat

યાત્રાધામ બેટ-દ્વારકામાં હજારો પોલીસ કાફલા સાથે પ્રશાસન દ્વારા ઓપરેશન ડેમોલેશનનો શુભારંભ

દેવભૂમિ દ્વારકાનાં ઓખા નગરપાલિકા વિસ્તારનાં યાત્રાધામ બેટ-દ્વારકા ખાતે બાલાપર નામનાં વિસ્તારમાં આ જ સવારથી મોટાપાયે ગેરકાયદેસર દબાણ હટાવની કામગીરી દેવભૂમિ દ્વારકા નાં જિલ્લા પોલીસ વડાનાં માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી બેટ-દ્વારકામાં ગૌચર, સરકારી પડતર અને જંગલ ખાતાની જમીનો ઉપર ભૂમિમાફિયા ઓ એ ગેરકાયદેસર રીતે કબજો જમાવેલ હતો ત્યારે અગાઉ પણ ડેમોલેશન કરીને ઘણી બધી જમીનો ખાલી કરવામાં આવી હતી.

હાલ જ્યારે દ્વારકા અને બેટ દ્વારકામાં સરકાર દ્વારા કોરિડોર પ્રોજેક્ટ દ્વારા અનેક વિકાસ કાર્યો કરવાના છે ત્યારે સરકારી અને ગૌચરની જમીન ઉપર ભૂમાફિયાઓ અને લાગવગ ધરાવતા તત્વો ગેરકાયદેસર રીતે કબજો જમાવેલ હોવાથી જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેકટર ની સંયુક્ત કાર્યવાહીથી હજારો ફૂટ જમીન ખુલી થવાનો અંદાજ છે. લગભગ 1000 જેટલા પોલીસ કાફલો અને અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ છેલ્લા બે ત્રણ દિવસથી યાત્રાધામ બેટ દ્વારકામાં ધામા નાખ્યા છે ત્યારે આજે શનિવારે ઓપરેશન બુલડોઝર યાત્રાધામ બેટ દ્વારકાનાં બાલાપર ખાતેથી શરૂ કરવામાં આવ્યું છે. ખાસ બેટ-દ્વારકા યાત્રાધામ હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં યાત્રિકો આવતા હોવાથી કાર્યવાહીમાં વિક્ષેપ ન પડે તે માટે યાત્રિકોને આવ જાવ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મંદિરની સેવા પુજા રાબેતા મુજબ ચાલુ રહેશે.

બેટ-દ્વારકા ની ચારેકોર સમુદ્ર સીમા હોવાથી બેટ દ્વારકા ની સમુદ્રી સીમા ઉપર પણ મરીન પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને દેખરેખ રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે ની સીધી દેખરેખ હેઠળ ડીવાયએસપી ઉપરાંત આઇ પી, એસ આઈ વગેરે ઉપરાંત ઓખા નગરપાલિકા તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા ડેમોલેશનની આ કાર્યવાહી આરંભી દેવાઈ છે.

ઘણા બધા ભૂમાફિયાઓ પોતાના કબજામાં રહેલી જમીનો દબાવવા માટે ગાંધીનગર સુધી લાગવગ લગાડવાના તરકીબો કરી રહ્યા છે ઉપરાંત ઘણા લોકો કોર્ટના સહારે પણ જમીનો બચાવવા દોડધામ કરી મુકી છે ત્યારે આવનારા સમયમાં આ ડેમોલેશન કેટલો સમય ચાલુ રહે છે તે સમય બતાવશે !

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે યાત્રાધામ બેટ-દ્વારકા માં સુદર્શન બ્રિજ બન્યા બાદ જમીનોના ભાવ આસમાને છે ત્યારે ઘણા બધા ભૂમિયાઓ દ્વારા ગૌચર અને સરકારી પડતર ઉપર દબાણ કરીને વાણિજ્ય વેપાર કરવામાં આવી રહ્યા છે અને લાખો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી છે તેવા બેટનાં જ નાગરિકોના આક્ષેપ અને રજૂઆત બાદ જોવાનું એ રહેશે કે આવા ભૂ માફિયાઓ ની જમીનો ઉપર પણ બુલડોઝર ફરશે કે કેમ ?

બેટ-દ્વારકા માં એક જ ચચૉછેલ્લા એક સપ્તાહથી દ્વારકાધીશ દેવસ્થાન સમિતિનાં ટ્રસ્ટીઓ દ્વારા ગૌચરની જમીનો ઉપર વેપાર વાણીજયની પ્રવૃત્તિ અને રણાંક ઉપયોગ કરી રહ્યા હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે!

બેટ-દ્વારકાનાં કમલભાઈ ઠાકર ની સરકારને રજૂઆત બાદ બેટ-દ્વારકા માં ચોરેને ચોટે એક જ ચર્ચા છે કે દેવસ્થાન સમિતિનાં ટ્રસ્ટીઓએ જે ગૌચરની જમીનો ઉપર દબાણ કરી અને વેપાર વાણિજ્ય ઉપરાંત રહેણાંકો બનાવેલા છે તેઓની જમીનો ઉપર બુલડોજર ફરશે કે બચી જશે???

રિપોર્ટ÷બુધાભા ભાટી