Gujarat

રાજકોટ શહેરમાં હેલ્મેટ ફરજિયાત અંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નો વિરોધ.

રાજકોટ શહેરમાં હેલ્મેટ ફરજિયાત અંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નો વિરોધ.

રાજકોટ શહેર તા.૨૬/૭/૨૦૨૫ ના રોજ રાજકોટમાં સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણય સામે લોકોનો રોષ યથાવત છે, અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી આ મુદ્દે મેદાને આવ્યા છે. મેવાણીએ જણાવ્યું કે, હેલ્મેટ સ્વૈચ્છિક રીતે પહેરવું આવશ્યક છે, પરંતુ રાજકોટના બિસ્માર રસ્તાઓ અને ખાડાઓને કારણે ૪૦ કિમી/કલાકથી વધુ ઝડપે વાહન ચલાવી શકાતું નથી. આવા સંજોગોમાં શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત કે દંડની જરૂર નથી. તેમણે બોમ્બે હાઈકોર્ટના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો જેમાં શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત નથી, પરંતુ હાઈવે પર અત્યંત આવશ્યક છે. મેવાણીએ સરકાર પર સવાલ ઉઠાવ્યો કે તહેવારો ટાણે જ પોલીસને રાજકોટના લોકોની સુરક્ષાની ચિંતા કેમ થઈ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250726-WA0125.jpg