Gujarat

રાજકોટ રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ.

રાજકોટ રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ.

રાજકોટ શહેર તા.૨૧/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક પૂજા યાદવ, ઇ/ચા મદદનીશ પોલીસ કમિશનર-ઝોન-૧, ટ્રાફિક શાખા એમ.આઇ.પઠાણ અને ઇ/ચા મદદનીશ પોલીસ કમિશનર-ઝોન-૨, ટ્રાફિક શાખા વી.જી.પટેલ તેમજ ટ્રાફિક શાખાના અધિકારી/કર્મચારીઓ દ્વારા નામદાર હાઇકોર્ટ દ્વારા રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવેલ હોય, જેથી તા.૨૦/૭/૨૦૨૫ના રોજ શહેરી વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ, જે ડ્રાઇવ દરમિયાન કુલ-૩૦ વાહન ચાલકોને રૂ.૪૮,૫૦૦ નો રોકડ દંડ અને કુલ-૧૪ વાહન ચાલકોને રૂ.૨૨,૫૦૦ ના ઇ-ચલણ ઇસ્યુ કરી ૩ વાહન ડિટેઇન કરવામાં આવેલ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250721-WA0039.jpg