ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાને લઈને અરબી સમુદ્રમાં માછીમારી પર ફરી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફિશરીઝ વિભાગની વડી કચેરી ગાંધીનગર દ્વારા તમામ માછીમારી બોટોને તાત્કાલિક પરત ફરવા આદેશ આપવામાં આવ્યો છે.

વેરાવળના મદદનીશ મત્સ્યોધોગ નિયામક વિશાલ ગોહેલના જણાવ્યા અનુસાર, 15 મે સુધી માછીમારી પર પ્રતિબંધ હતો. ત્યારબાદ છૂટછાટ આપવામાં આવી હતી. પરંતુ 17 મેથી ફરી પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.

ગીર સોમનાથ જિલ્લાના તમામ માછીમારો, બોટ માલિકો અને હોડી માલિકોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. માછીમારોના જાન-માલની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 17 મે, 2025થી માછીમારી ટોકન પણ બંધ કરવામાં આવ્યા છે.

